ભચાઉ-લાકડિયા માર્ગ પર બાઈકનું બેલેન્સ બગાડતાં 19 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો

copy image

copy image

ભચાઉ-લાકડિયા માર્ગ પર  બાઇક સ્લીપ થઈ જતાં ગંભીર ઇજાઓના પગલે 19 વર્ષીય યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ લાકડિયામાં રહેનાર વિક્રમ કોળી તથા કમલેશ બાઇક લઈને  ભચાઉ ગયેલ હતા, બાદમાં પરત આવતી વેળાએ  આર.ટી.ઓ. ચેકપોસ્ટ નજીક કૂતરું આડું આવતાં બાઇકનું બેલેન્સ બગાડતાં પાછળ બેઠેલો વિક્રમ નામનો યુવાન નીચે પટકાયો હતો. જાણવા મળી રહ્યું છે કે ત્યાર બાદ પાછળથી આવતી અજાણી ટ્રક તેના પરથી ફરી વળતાં આ યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.