કચ્છ ભાજપ દ્વારા વીરબાળ દિવસ નિમિતે પુષ્પાંજલિ અને વિચાર ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો…

“વીર બાળ દિવસ” એટલે સાહસ અને શૌર્ય થકી દેશ અને ધર્મની રક્ષા માટે પ્રાણો ની આહુતિ આપનાર ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદા જોરાવરસિંહજી અને ફતેહસિંહજીનોબલિદાન દિવસ. આ દિવસ નિમિતે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ‘કેડીસીસી બેંક ના હોલ ખાતે પુષ્પાંજલિ તેમજ કાર્યકરો આગેવાનો સાથે એક વિચાર ગોષ્ઠીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દશમાં શીખ ગુરુ ગોવિંદસિંહજીના પરિવારની સહાદતને આજે પણ ઇતિહાસની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે. નાના સાહેબજાદોની યાદ આવતા જ લોકોની છાતી ગર્વથી પહોળી થઇ જાય છે. દેશમાં 26 મી ડિસેમ્બરે ગુરુ ગોવિંદસિંહજીના પુત્રોની વીરતા અને રાષ્ટ્રભક્તિને શ્રદ્ધાંજલિ આપવા માટે વીર બાળ દિવસ ની ઉજવણી કરવાની જાહેરાત માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી છે અને આ બાલવીરો ને સાચી શ્રદ્ધાંજલિ આપવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે પંજાબના સરહીન્દમાં મુઘલ સેના એ સાહિબજાદા જોરાવરસિંહ જેઓ માત્ર 6 વર્ષના હતા અને સાહિબજાદા ફતેહસિંહ જે માત્ર 9 વર્ષ ના હતા તેમને મુઘલોએ ધર્મપરિવર્તન માટે કહેતા આ બાળવીરોએ પોતાના ધર્મ પ્રત્યેની નિષ્ઠા જાહેર કરીને ધર્મપરિવર્તન માટે ઇન્કાર કરતા તેમને દીવાલો માં જીવતા દફનાવી દેવામાં આવ્યાં હતા જેથી તેમના આ સહાદત દિવસ 26/12 ને વીર બાળ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ કરી છે. પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા એ વાહે ગુરુ જી કા ખાલસા, વાહે ગુરુ જી કી ફતેહ ના નારા સાથે વીરો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે આ દિવસ એ કોઈ લાગણીઓનું પ્રતિક નથી પરંતુ અનંત ઊર્જાનો સ્ત્રોત છે. વિર બાલ દિવસની ઉજવણી કરવા બદલ સમગ્ર રાષ્ટ્ર મોદીજીનો આભારી રહેશે. આ દિવસ ભારતની ઓળખ, અસ્મિતા અને શૌર્યની યાદ અપાવે છે. પ્રદેશથી આવેલા મુખ્ય વક્તા સંજયભાઈ દેસાઈ એ વિસ્તૃત માં માહિતી આપતા જણાવ્યું હતું કે જો તે સમયે આ વીરોએ શહાદત ના વ્હોરી હોત તો આજે આપણે ઘણું બધું ભોગવવું પડત. તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી આજના દિવસ ને વીર બાળદિવસ તરીકે જાહેર કરી વીરો એ આપેલ શહાદત ને ન્યાય આપવાનું કામ કર્યું છે. આ પહેલા આટલા વર્ષોમાં કોઈ સરકાર કે પક્ષ ને આવું કરવાનો વિચાર ના આવ્યો એ દેશ માટે ખુબ દુઃખદ વાત કહેવાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણે સૌ એ પણ આવા વીરોની શહાદત વેડફાય નહીં તે માટે ધર્મનું રક્ષણ કરવું જોઈએ. આ ઉપરાંત ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, માંડવીના ધારાસભ્ય અનિરુધ્ધભાઈ દવેએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. આજના પુષ્પાંજલિ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, રાપર ના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, કેડીસીસી બેન્કના ચેરમેન દેવરાજભાઇ ગઢવી, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, ભુજ નગર પાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, મહિલા મોરચા અધ્યક્ષા ગોદાવરીબેન ઠકકર, બક્ષીપંચ મોરચાના પ્રમુખ માવજીભાઈ ગુંસાઈ, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઈ જોધાણી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠકકર સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિવિધ મંડળના પ્રમુખો, મોરચા/સેલના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રાજુભાઈ સરદાર તેમજ વિકાસભાઈ રાજગોરે કર્યું હતું જ્યારે સહ ઇન્ચાર્જ તરીકે પ્રણવભાઈ જોષી તેમજ મહેન્દ્રભાઈ જુણેજા રહ્યા હતા તેમજ આભાર વિધિ આ કાર્યક્રમ ના જિલ્લા ઇન્ચાર્જ પ્રફુલસિંહ જાડેજા એ કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતન કતીરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.