માધાપરમાં તીનપત્તીનો જુગાર રમતી પાંચ મહિલાઓ પોલીસના સકંજામાં
માધાપરમાંથી તીનપત્તીનો જુગાર રમતી પાંચ મહિલાને પોલીસે ઝડપી પાડી છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે સાંજે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, માધાપરના નવાવાસના આશા હોમ્સમાં મકાનની ખુલ્લી ગેલેરીમાં અમુક બહેનો ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમી રહી છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતી પાંચ મહિલાઓને રોકડ રૂ. રૂા. 11,120 સાથે ઝડપી પાડેલ હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.