ખેંગારપાર્ક – ગાયત્રી મંદિરના માર્ગે તાપણું કરતા ત્રણ શ્રમજીવીઓને ટ્રેક્ટરે હડફેટે લઈ ફંગોળ્યા

fir

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ભુજ શહેરના ખેંગારપાર્ક – ગાયત્રી મંદિરના માર્ગે તાપણું કરતા ત્રણ શ્રમજીવીઓને ટ્રેક્ટરે હડફેટે લઈ ફંગોળી ઇજાઓ પહોંચાડી હોવાનો બનાવ સામે આવી રહ્યો છે, ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે સવારના સમયે ખેંગારપાર્ક-ગાયત્રી મંદિર માર્ગ વચ્ચે મા આશાપુરા ચાના ગલ્લા નજીક ચા પીને આ શ્રમજીવીઓ તાપણું કરે રહ્યા હતા તે સમયે ટ્રેક્ટરના ચાલકે પૂરઝડપે બેદરકારીથી ટ્રેક્ટર ચલાવી ફરિયાદી તથા અન્યને ફંગોળી બાજુના ખાડામાં ફેંકી દીધા હતા, જ્યારે ગુલામભાઈ નામના એક શ્રમજીવી પર ટ્રેક્ટરનું વ્હીલ ફરી વળ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.