1.50 લાખ એડવાન્સ લીધા બાદ મજૂર ભાગી ગયો : સાયબર ક્રાઇમ સેલે 1.14 લાખ પરત આપવ્યા
ખાવડામાં એડવાન્સ લીધા બાદ કોઈ કામ કર્યા વિના જ મજૂર પરત પોતાના વતન ભાગી ગયેલ હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં સાયબર ક્રાઇમ સેલે અરજદારને મદદરૂપ બની રૂા. 1,14,310 પરત અપાવ્યા હતા. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના અર્જુનસિંહની ખાવડામાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ પર જોધપુર-રાજસ્થાનનો મજૂર કામ કરતો હતો જેને 1.50 લાખ એડવાન્સમાં કામ કરવા પેટે આપવામાં આવેલ હતા. જે બાદ કામ કર્યા વગર આ મજૂર તેનો સામાન લઇ ભાગી ગયો હતો ઉપરાંત ફરિયાદી સાથેનો સંપર્ક તોડી રાખતા અરજદારે સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતાં સેલે તેની ગયેલી રકમમાંથી રૂા. 1,14,310 અરજદારના ખાતામાં પરત અપાવ્યા હતા.