ભચાઉના સીતારામપુરામાં મહિલાને ઊંચા વ્યાજે પૈસા આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરનાર શખ્સની ધરપકડ

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ સીતારામપુરામાં મહિલાને ઊંચા વ્યાજે પૈસા આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરનાર આરોપી શખ્સને પોલીસે ઝડપી પાડેલ છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના સીતારામપુરા વિસ્તારમાં રહેનાર ફરિયાદી મહિલાને ડાયાબિટીસની તકલીફ થતાં તેઓએ સારવાર માટે આરોપી ઈશમ પાસેથી 10 ટકા વ્યાજે રૂા. 50,000 લીધા હતા, જેની અવેજીમાં આ શખ્સે મહિલા પાસેથી સોનાની ચેઈન, સાંકળા, તોડા ગીરો રાખી લીધા હતા.વધુમાં જણાઈ રહ્યું છે કે આ મહિલાએ મહિનાના રૂા. 4000 લેખે એક વર્ષમાં રૂા. 48,000 આરોપીને ચૂકવી દીધા હતા તેમજ બાદમાં પોતાના દાગીના છોડાવવા રૂા. 50 હજાર આપવા જતાં આરોપીએ કોઈ પણ વસ્તુ ન આપી વધુ રૂા. એક લાખની માંગ કરી ઉપરાંત ફરિયાદીના પુત્રને મારી નાખવાની ધમકી આપેલ હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.