આણંદમાં બેન્કના લોકરમા ચોર ઈશમોએ સપાટો બોલાવ્યો : 60 તોલા સોનુ અને 10.50 લાખ રોકડા ઉઠાવી ગયા

copy image

લૉકરમાં દાગીના અને રોકડ સાંચાવીને આપણે સુકૂનથી સૂઈ જઈ છીએ તો હવે આ નીંદર ઉડાડી ડે તેવો એક કિસ્સો આણંદ જીલ્લામાં સામે આવ્યો છે. ત્યારે આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ આણંદ જિલ્લામાં બેન્ક ઓફ બરોડાના લોકરમાં મુકેલા દાગીના પર ચોર ઈશમોએ સપાટો બોલાવી દીધો છે. ગત 7/2/24થી 18/9/24 વચ્ચે ચોરે આ ષડયંત્રને અંજામ આપ્યો હતો.વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બેન્ક ઓફ બરોડામાં લોકરમાંથી 60 તોલા સોનુ અને 10.50 લાખ રોકડા પર હાથ સાફ કરી ચોર ઈશમો ચૂપ ચાપ ફરાર થઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે પોલીસે 3 મહિને ગુનો નોંધ્યા બાદ LCBને તપાસ સોંપાઈ છે.