મહેસાણા ખાતે આવેલ આંબલિયાસણમાં ચાઈનીઝ દોરી વાગતા યુવાનનું ગળું કપાયું

copy image

copy image

મહેસાણા ખાતે આવેલ આંબલિયાસણમાં વધુ એક યુવાન ચાઈનીઝ દોરીનો ભોગ બન્યો છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ આંબલિયાસણમાં રેલવે પુલ પર બાઈક પર જતાં મિતેષ જોશી નામના યુવાનને ચાઈનીઝ દોરી વાગી હતી. આ યુવાનને ગળાના ભાગે દોરી વાગતા તેનું ગળું કપાઈ ગયું હતું.સદભાગ્યે આ યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા તેનો જીવ બચી ગયો છે.