અંજાર-ગળપાદર માર્ગ પર પાછળથી ટ્રેઇલર ભટકાતાં ચાલકનું મોત

accident

copy image

copy image

અંજાર-ગળપાદર માર્ગ પર પાછળથી ટ્રેઇલર ભટકાતાં ટ્રેઇલરચાલકનું મોત નીપજયું છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી મુન્દ્રાની જયશક્તિ રોડલાઇન્સમાં કામ કરનાર હતભાગી યુવાન ટ્રેઇલર લઇને મુંદરાથી નીકળ્યો હતો, તે સમયે અંજારથી ગળપાદર જતા માર્ગ પર આગળ જતાં અન્ય એક ટ્રેઇલરમાં તેનું વાહન ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં હતભાગી ટ્રેઇલરચાલક કેબિનમાં દબાઇ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલ આ શખ્સને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. આ મામલે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.