વાયોરમાં બે પવનચક્કીમાંથી કેબલ તથા ઓઇલની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

fir

copy image

copy image

અબડાસાના વાયોરમાં બે પવનચક્કીમાંથી કેબલ તથા ઓઇલની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી ઈશમો  એનટીપીસી (આઈનોક્સ) કંપનીના પવનચક્કી ટાવર માંથી રૂા. 3175ના કેબલ તેમજ જીએમપી-286માંથી આશરે 200 લિટર આઈલ કિ. રૂા. 10,000ની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.