ગાંધીધામમાં ઠંડી ચડી જતાં એક શખ્સનું મોત
ગાંધીધામમાં ઠંડીના કારણે એક શખ્સનું મોત થયું છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામમાં ટ્રાફિક પોલીસ ચોકી નજીક રહેલી વ્યક્તિનું ઠંડીના કારણે મોત થયું હતું. આ બનાવ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે ટ્રાફિક પોલીસ ચોકી નજીક ગત તા. 26/12ની રાતના સમયે બન્યો હતો. અહી સૂઇ રહેલી એક વ્યક્તિને ઠંડી ચડી જતાં તેનું મોત થયું હતું. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ આદરી છે.