ભુજમાંથી આંક ફરકનો જુગાર રમતા બે ઈશમોને રંગે હાથ ઝડપી પાડતી બી-ડિવિઝન પોલીસ

copy image

ભુજમાંથી  આંક ફરકનો જુગાર રમતા બે ઈશમોને પોલીસે રંગે હાથ ઝડપી પાડેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ બી-ડિવિઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજિયા રિંગરોડ પર આવેલા માર્કેટ યાર્ડના ગેટ નજીક અમુક ઈશમો ટાઈમ ઓપન બજારનો આંક ફરકનો જુગાર રમી-રમાડી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર કાર્યવાહી હાથ ધરી આરોપી શખ્સોને દબોચી લીધા છે. પોલીસે પકડાયેલ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.