માંડવી બીચ પર જાહેરમાં દારૂ વેચતો વીડિયો વાયરલ કરનાર ઈશમની ધરપકડ કરાઈ

copy image

વર્તુળોમાંથી માહિતી મળી રહી છે કે માંડવી બીચ પર લગભગ બે માસ અગાઉ જાહેરમાં ઊભા રહી ને દારૂ વેચતો વીડિયો વાયરલ કરનાર આરોપી ઈશમને પોલીસે ઝડપી લીધો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ નશામાં ધૂત પકડાયેલા આરોપીની પૂછતાછ કરવામાં આવતા તે અને તેના મિત્રો માંડવી બીચ પર દારૂ પીવા ગયેલ હતા તે દરમ્યાન સાથે રહેલા તેના મિત્રએ તે વિડિયો બનાવ્યો હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસે આ મામલે આગળની વધુ તપાસ આરંભી છે.