નકલીની બોલબાલા વચ્ચે રાજકોટથી ફરઝી ડોક્ટર ઝડપાયો

copy image

copy image

આજે દેશભરમાં નકલીની બોલબાલા ચાલી રહી છે ત્યારે રાજકોટમાંથી નકલી ડોકટર ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  રાજકોટ નજીક આવેલ ત્રંબા ગામમાં  ક્લિનિક ચલાવતો ડોક્ટર ફરઝી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ નજીક આવેલ ત્રંબા ગામમાં ક્લિનિક ચલાવતો જીગર મોલિયા નામનો શખ્સ કમ્પાઉન્ડરનો અનુભવ લઈને ડોક્ટરી કરી રહ્યો હતો. ત્યારે પોલીસે  છેલ્લા એક વર્ષથી ક્લિનિક ચલાવતા  ફરઝી ડોક્ટરની અટક કરે આગળની વધુ તપાસ આરંભી છે.