માંડવી ખાતે આવેલ ત્રગડી નજીક છકડો પલટ્યો : ચાલકનું મોત અન્ય છ લોકો ઘાયલ

copy image

copy image

માંડવી ખાતે આવેલ ત્રગડી નજીક આજે સવારે છકડો પલટી મારી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલકનું મોત નીપજયું છે તેમજ તેમાં સવાર છ લોકોની ઇજાઓ પહોંચી છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે સવારના સમયે અમુક શખ્સો છકડામાં બેસીને કાંડાગરા ખાતે કંપનીમાં નોકરી અર્થે જઈ રહ્યા હતા તે સમયે આગળ જતા માર્ગ આડે કૂતરું આવતાં છકડાચાલકે કાબૂ ગુમાવી દેતાં છકડો પલટી મારી ગયો હતો.સર્જાયેલ અકસ્માતમાં ઘાયલ બનેલ તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જાણવા મળી રહ્યું છે કે સર્જાયેલ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા છકડાચાલકનું મોત નીપજયું છે તેમજ અન્ય છ લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. આ મામલે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.