થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ કાર્યરત


2025 ની શરૂઆત થવા જઈ રહી છે.તો 31 ડિસેમ્બરના નવા વર્ષના આગમનને ઉજવવામાં આવે છે. તેના માટે પાશ્ચિમ કચ્છ જિલ્લા પુલીસ લગાતાર પ્રયત્ન કરી રહી છે કે પશ્ચિમ કચ્છ જિલ્લા નિવાસી શાંતિપૂર્વક આ થર્ટી ફર્સ્ટ ઉજવણીને ઉજવી શકે.તેના માટે અલગ અલગ સ્થળો પર અલગ અલગ ટિમોનું નિર્માણ કરવામાં આવ્યું છે. હોટલ,ફાર્મહાઉસ તથા અન્ય કોઈ પણ જગ્યાએ ઉજવણી કરવામાં આવે છે ત્યાંના બધા હોટલ સંચાલકો અને બધા થાણા અમલદારો સાથે મિટિંગ કરાઈ હતી એમને કોઈ પણ કાયદા અને વ્યવસ્થાથી સબંધિત ઘટનાઓની જાણ કરવામાં આવેલ છે. હોટલ સંચાલકોને નિવેદન કરવામાં આવે છે,કે કોઈ પણ પ્રકારની ઉજવણી કે પાર્ટી સંબંધી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જેથી પોલીસની ટિમ ત્યાં ટ્રાફિક નિયમન કે અન્ય સુરક્ષા માટે પોલીસની ટિમ ત્યાં તેનાત થઇ શકે ઉપરાંત અન્ય એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર વાહન ચેકીંગ અને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કોઈ પણ બાબતને પૂર્ણ ગંભીરતાથી લેવામાં આવશે આ માટે આજથી જ વાહન ચેકીંગની કાર્યવાહી શરુ કરી દેવામાં આવશે જે ૩૧ તારીખ સુધી ચાલુ રહેશે ઉપરાંત પોલીસની જુદી જુદી ટિમ જુદા જુદા સ્થળો પર તેનાત રહેશે તેમજ મહિલાઓની સુરક્ષા માટે સી.ટિમ સતત કાર્યરત છે અને આ માટે સી.ટીમમાં સ્ટાફનો વધારો કરવામાં છે. ઉપરાંત જાહેર જનતાને પણ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા નિવેદન કરવામાં આવેલ છે કે તમારા આસપાસ ક્યાય પણ ગેરપ્રવૃત્તી થતી જોવા મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી.