અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા રાજમાતા અહલ્યાબાઇ હોલકરની 300 જન્મજયંતીની ઉજવણી નિમિત્તે વ્યાખ્યાનમાળા યોજાઈ
પુણ્યશ્લોકા …રાજમાતા… લોકમાતા… મહાદેવી… રાણી અહલ્યાબાઈ હોલકરના ત્રિશતાબ્દી જન્મજયંતી મહોત્સવ વર્ષ અંતર્ગત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા પ્રાથમિક વિદ્યા મંદિર,ભુજ ખાતે વ્યાખ્યાન માળા યોજાવામાં આવી.મુખ્ય વક્તા તરીકે ડો.પૂજાબેન જોષી અને અતિથિ વિશેષ તરીકે શ્રી રણછોડજી જાડેજા આંતરિક ઓડિટર-ગુજરાત પ્રાથમિક સંવર્ગની ઉપસ્થિતિમાં વ્યાખ્યાન યોજાયું.જેમાં જિલ્લા અને તાલુકાના હોદ્દેદારશ્રીઓ તેમજ કાર્યકર શિક્ષક બંધુ ભગીનીની ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય બાદ દેવી અહલ્યાબાઈની છબીને પુષ્પાંજલી અર્પણ કરી કરવામાં આવી.મુખ્ય વક્તા ડો. પૂજાબેન જોષી દ્વારા પુણ્ય શ્લોકા રાજમાતા મહાદેવી અહિલ્યાબાઇ હોલકરની 300 મી જન્મ જયંતી નિમિત્તે તેમનો પરીચય આપી શરૂઆત કરવામાં આવી. રાજમાતા અહિલ્યા બાઇ હોલકર દ્વારા કરાયેલા સમાજ, રાષ્ટ્ર માટે અભુતપૂર્વ કામગીરીની માહિતી આપી અને જણાવ્યું કે આજની પેઢીઓ સુધી આપણો વારસો પહોંચાડવો ખુબ જરૂરી છે.પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ ના જીવન પ્રસંગોને વિસ્તૃત રીતે રજૂ કરી તેમના કવન વિશે પણ શિક્ષકોને વાકેફ કરાયેલ હતા. આ રીતે એક પ્રેરણાદાયક કાર્યક્રમની ઉજવણી કરી માતૃશકિતના વિશેષ પ્રદાનને બિરદાવાયેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સૌરાષ્ટ્ર સંભાગ-૧ મહિલા સહ સંગઠનમંત્રી રાખીબેન રાઠોડ દ્વારા અને કલ્યાણ મંત્ર તથા આભારવિધિ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ માંડવી તાલુકા મહિલા સહમંત્રી દક્ષાબેન રાણીપા દ્વારા કરવામાં આવી હતી.આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય આંતરિક ઓડિટર રણછોડજી જાડેજા,સરકારી માધ્યમિક સંવર્ગ રાજય અધ્યક્ષ નયનભાઈ વાંઝા,સૌરાષ્ટ્ર સંભાગ-૧ સંગઠનમંત્રી રમેશભાઈ ગાગલ,ગ્રાન્ટેડ સંવર્ગ રાજય સહ સંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની,સરકારી ઉ.માધ્યમિક સંવર્ગ ઉપાધ્યક્ષ પુનશીભાઈ ગઢવી,પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ રામસંગજી જાડેજા, કાર્યકારી અધ્યક્ષ ભરતભાઇ ધરજીયા,સંગઠન મંત્રી જખરાભાઈ કેરાશિયા,કોષાધ્યક્ષ કાંતિભાઈ રોઝ,મહિલા સહમંત્રી ડૉ. કૈલાશબેન કાંઠેચા,સરકારી માધ્યમિક સંવર્ગ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા,કોષઅધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા,ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગ મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર,પ્રચાર પ્રમુખ કિશનભાઈ પટેલ,ગ્રાન્ટેડ પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ કલ્પેશભાઈ ચૌધરી,રાજય પ્રતિનિધિ તિમિરભાઈ ગોર સહિત તમામ તાલુકા અધ્યક્ષ/મહામંત્રી સહિત અપેક્ષિત હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા તેવું સરકારી માધ્યમિક સંવર્ગ પ્રચાર પ્રમુખ નરેન્દ્રભાઇ રામનુજની યાદીમાં જણાવાયું હતું.