અંજાર વિસ્તારના રતનાલ ગામમાંથી જુગા૨નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામનાઓએ અસામાજીક પ્રવ્રુતી કરતા ઈસમો ૫૨ વોચ રાખવા તેમજ હાલે ૩૧ ડીસેમ્બર અનુસંધાને જીલ્લામાં પ્રોહી તથા જુગારની પ્રવ્રુતી કરતા ઈસમો પર વોચ રાખવા તેમજ તેમના વિરુધ્ધ કેશો કરવા સુચના અન્વયે શ્રી એમ.પી.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.આર.ગોહીલ અંજાર પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટાફના માણસોને પ્રોહિ/જુગારના વધુમા વધુ કેશો શોધી કાઢવા સુચના આપેલ હોઈ અને અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે રતનાલ રામદેવનગર ખારીવાસ પાસે ખુલ્લામાં જાહેરમાં રૂપીયાની હાર-જીતનો ધાણી-પાસા વડે જુગા૨ ૨મી રમાડે છે તેવી ચોક્કસ હકીકત આધારે સ્ટાફના માણસો સાથે હકિકત વાળી જગ્યાએ રેઈડ કરી નીચે જણાવેલ મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
>
ગુનાની વિગત:-
અંજાર પોલસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૪૧૫૬૩/૨૦૨૪ જુગારધારા કલમ-૧૨ મુજબ
પકડાયેલ આરોપી :-
(૧) દેવકરણ ઉર્ફે ડેકાભાઈ જખુભાઈ જાદવ ઉ.વ.૫૫ રહે. રામદેવનગર રતનાલ તા. અંજાર
(૨) પ્રવીણભાઈ શામજીભાઈ ડુંગરીયા ઉ.વ.૩૪ રહે. રામદેવનગર રતનાલ તા. અંજાર
(3) લખમણભાઈ કારાભાઈ ડુંગરીયા ઉ.વ.૫૬ ૨હે.રામદેવનગર રતનાલ તા. અંજાર
(૪)આશાભાઈ પબાભાઈ જોગી ઉ.વ.૫૫ રહે.આર.કે.નગર રતનાલ તા.અંજાર
કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) રોકડા રૂ. ૨૯, ૫૦૦/-
(૨) મારૂતી ફન્ટી જેના રજી.નં.જી.જે.૧૨.પી.૪૩૧૧ કિ.રૂ.૫૦,૦૦૦/-
(3) ધાણી પાસા નંગ-૦૨ કિ.રૂ.૦૦/-
કુલ્લ કિ.રૂ.૭૯, ૫૦૦/-