૧.૯ કિલો ગાંજાનાના જથ્થા સાથે એક મહિલા તેમજ એક શખ્સને ઝડપી પાડતી મુંદ્રા પોલીસ

  • હાલમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજય ગાંધીનગરનાઓ દ્વારા કેફી અને માકદ પદાર્થોના સેવનની પ્રવ્રુતિ નેસ્ત નાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થના સેવન હેરફેર,વેપારની પ્રવ્રુતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અનવ્યે પોલીસ મહાનિરિક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ- ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ એન.ડી.પી.એસ.ની પ્રવૃતી સાથે જોડાયેલ ઇસમો વિરુધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જેથી એન.ડી.પી.એસ. ની બદી સદંતર નાબુદ કરવા પોલીસ ઈન્સ્પેકટરશ્રી આર.જે.ઠુંમર નાઓએ તાબાના કર્મચારીઓને સુચના તથા માર્ગદર્શન આપેલ હોઇ જે આધારે મુંદરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કાર્યરત હતા
  • દરમ્યાન ગઈકાલ તા.૨૮/૧૨/૨૦૨૪ ۱۰ રોજ મુંદરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ.દેવરાજભાઈ ગઢવી તથા પો.હેડ કોન્સ.પૃથ્વીદાન ગઢવી નાઓને મળેલ સયુકત બાતમી આધારે ગાંધીધામ-માંડવી હાઇવે પર મોટા કાંડાગરા ગામના પાટીયા પાસે,મહાદેવ હોટલની સામે તા.મુંદરા કચ્છ ખાતે રાત્રીના વોચ રાખી માંડવી તરફ જતી ટેમ્પો ટ્રેક્ષ ગાડી રજી નં.GJ-03-AB-4529 વાળીને ટ્રકની મદદથી રસ્તો બ્લોક કરી તેમાં ગેરકાયદેસર પરીવહન થતા માદકપદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી એન.ડી.પી.એસ.એકટ હેઠળ સરાહનીય કાર્યવાહી કરવામાં આવેલ છે.
  • આ કામગીરીમાં મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.જે.ઠુંમર તથા એ.એસ.આઈ. દિનેશભાઈ મનુભાઈ ભટ્ટી તથા દેવરાજભાઈ કરશનભાઈ ગઢવી તથા કિશનભાઇ કાળુભાઇ હાડગરડા તથા પો.હેડ કોન્સ.પ્રુથ્વીદાન સુરજદાન ગઢવી તથા સંજયભાઈ માનસંગભાઈ ચૌધરી તથા પો.કોન્સ. મુકેશભાઈ જેતાભાઈ ચૌધરી તથા વુ.પો.કોન્સ. જયશ્રીબેન સોમાભાઈ જોષી તથા ડ્રા.પો.હેડ કોન્સ. રમેશભાઈ ધુડાભાઇ ચૌધરી એ રીતેના પોલીસ કર્મચારીઓ જોડાયેલ હતા.
  • પકડાયેલ આરોપીઓ

(૧) અભુભખર ઉર્ફે અબ્બાસ સુલેમાન કુંભાર ઉ.વ.૪૫ રહે.ગેબનશાપીરની દરગાહ, ગુંદાલા તા.મુંદરા મુળરહે.ગોધરા તા.માંડવી-કચ્છ

(ર) તેજબાઈ વા/ઓફ રામજીભાઇ રૂપાણી ડો/ઓફ પુનશી માતંગ ઉ.વ.૪૦ રહે.ગેબનશાપીરની દરગાહ, ગુંદાલા તા.મુંદરા મુળરહે. દેશલપર(કંઠી) તા.મુંદરા-કચ્છ

  • કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) માદક પદાર્થ ગાંજાનો જથ્થો જેનું વજન ૧૮૯૪ ગ્રામ કિ.રૂ.૧૮,૯૪૦/-

(૨) આઈટેલ કંપનીનો મોબાઈલ કિ.રૂ.૫૦૦૦/-

(૩) એક સફેદ કલરનો ડીજીટલ વજન કાંટો કિ.રૂ.૦૦/-

(૪) એક રેન્જીન બેગની કિ.રૂ.૦૦/-

(૫) લાલ કલરની ટેમ્પો ટેક્ષ ગાડી રજી નંબર GJ-03-AB-4529 જેની કિ.રૂ.૧,૫૦,૦૦૦/-

(૬) મોબાઈલ ફોન ઓપ્પો કંપનીનો કિ.રુ.૫,૦૦૦/-

(૭) મોબાઈલ ફોન ઓપ્પો કંપનીનો કિ.રુ.૫,૦૦૦/-

(૮) ભારતીય ચલણ રોકડ રકમ કુલ રૂ.૪૪,૦૦૦/-

એમ કુલ્લે કિ.રૂ. ૨,૨૭,૯૪૦/- નો મુદામાલ