મુખ્ય વન સંરક્ષકશ્રી- કચ્છ વર્તુળ, વન વિભાગ- ગુજરાતને જાહેર પત્ર

છારી હન્ટ કન્ઝર્વેશન રીઝર્વ સમિતિના સભ્યો તરીકે, અમે જણાવવા માંગીએ છીએ કે –

  1. અમે એનટીપીસી દ્વારા સોલર પાર્ક સ્થાપિત કરવા માટે છારી ઢન્ડ કન્ઝર્વેશન રીઝર્વમાં કોઈપણ જમીન ઉપયોગના બદલાવના વિરુદ્ધ છીએ. સમિતિની સંમતિ વિના સરકાર આ જમીન અન-આરક્ષિત કરી શકે નહીં અથવા કોઈપણ જમીન ઉપયોગના બદલાવ કરી શકે નહીં.
  2. સોલર પાર્ક સ્થાપિત કરવા માટે આપેલ જમીન છારી ઢન્ડ વેટલેન્ડથી જોડાયેલી છે અને આ જમીન પર સોલર પાર્કની કામગીરી ઘણા સ્થાનિક અને યાયાવર પક્ષીઓને નુકશાન કરશે, તેમજ ઘણા દુર્લભ અને લુપ્તપ્રાય પ્રાય વન્યપ્રજાતિઓને આ વેટલેન્ડ અને તેની આસપાસ ના ઘાસિયા જંગલને તેમના વસવાટના સ્થળ બનાવવાથી રોકશે. આ વેટલેન્ડ અને તેની આસપાસ ની જમીન પર સોલાર પાર્ક ની અસરો વિશે વ્યાપક, સ્વતંત્ર અને વૈજ્ઞાનિક અભ્યાસ થયા વિના એનટીપીસીને કોઈ પ્રકાર ની પરવાનગી મળવી જોઈએ નહી.

૩. છારી ઢન્ટ વેટલેન્ડ અને તેની આસપાસ ના વિસ્તાર ઊંટ અને ભેંસ રાખનાર માલધારીઓ માટે એક મહત્વપૂર્ણ ચરિયાણ અને સંવર્ધન ભૂમિ છે. સેંકડો વર્ષો થી કચ્છ ના ઊંટોની એક મોટી સંખ્યા ચોમાસા અને શિયાળા દરમ્યાન છારી ઢન્ટ અને તેની આસપાસ ના વિસ્તારોને તેમના બચ્ચાઓ ના જન્મ અને ઉછેર સ્થળ તરીકે ઉપયોગ કરે છે. જો અહીં સોલાર પાર્ક ઉભો થાય. તો આજીવિકા ની આ સંવેદનશીલ પ્રવૃતિઓ પર એક પ્રતિકુળ અસર થશે.

  1. સોલર પાર્ક સ્થાપિત કરવા માટે આપેલ જમીન હજારો સ્થળાંતરણ કરનારા કુંજ પક્ષીઓ માટે ખોરાક અને નિવાસ ની ભૂમિ છે. આ જમીન પર થતી ધામુર ઘાસ (સાયપરસ હાસ્પાન) ના કંદ (ટ્યુબર) કુંજ પક્ષી માટે દુર્લભ અને મહત્વ નો આહાર છે જે આ રાજ્ય માં અમુક જ સ્થળો પર મળી રહે છે. દર વરસે ભારતની કુલ કુંજની સંખ્યાના 40% એટલે કે 40,000 થી વધારે કુંજ આ વિસ્તારમ આવે છે. અહી જો સોલર પાર્ક ઊભો થાય તો કુંજના અસ્તિત્વ પર સીધો ખતરો ઊભો થાય..આવા પ્રોજેક્ટ ના કારણે થતા ખલેલ અને વિનાશ ફક્ત એ જમીન સુધી જ માર્યાદિત નહિ રહે જેના પર સોલાર પેનલ અને અન્ય માળખાકીય જરૂરિયાતો ઉભી કરવામાં આવશે, પરંતુ રસ્તાઓ ના જાળ, વાહનો ની સતત અવરજવર, બાંધકામ નો સતત અવાજ અને ધૂળ, ટ્રાન્સમીશન લાઈન જેવી અન્ય ગૌણ પ્રવૃતિઓ પણ પ્રતિકુળ અસર કરશે.
  2. એનટીપીસી સોલર પ્રોજેક્ટ માટે આપેલ જમીન કન્ઝર્વેશન રીઝર્વનો ભાગ હોવો જોઇએ, કેમકે તે ઘણા દુર્લભ પક્ષીઓ. સરીસૃપ અને સસ્તન પ્રાણીઓનુ ઘર છે. આ વિસ્તારમાં કુલ 295 પક્ષી પ્રજાતિઓ નોંધવામાં આવી છે. આમાંથી 15 પ્રજાતિઓને IUCN રેડ લિસ્ટમાં જોખમગ્રસ્ત તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે અને 49 પ્રજાતિઓને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ (WPA)ની અનુસૂચિ 1 હેઠળ સામેલ કરવામાં આવી છે, જે આ પ્રજાતિઓનું કાનૂની મહત્વ દર્શાવે છે. આ વિસ્તારમાં 4 એન્ડેમિક પક્ષી પ્રજાતિઓ પણ છે જે આ વિસ્તારનું જૈવવિવિધતા માટે એક મહત્વના સ્થળ તરીકે મહત્વ દર્શાવે છે. વધુમાં, અહીં મળી આવતી ૩ પક્ષી પ્રજાતિઓ IUCN રેડ લિસ્ટમાં “ગંભીર રીતે લુપ્તપ્રાય”, જ્યારે 2ને શરે 2ને “લુપ્તપ્રાય” તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, જે તેમના સંરક્ષણ અને વસવાટસ્થાનના જતન માટે તાત્કાલિક જરૂરીયાતને દર્શાવે છે.

કેટલાક નોંધપાત્ર પક્ષીઓમાં મસકતી લટોરો (ગ્રે હાઈપોકોલિયસ), ટીલોર ( એશિયન હૂબારા, જૂનું નામ: મેકક્વીનની બસ્ટર્ડ), કાબરી રામચકલી (વ્હાઇટ નેષ્ઠ ટિટ), સફેદ-પીઠ ગીધ (વ્હાઇટ-ર’ વલ્ચર), પહાડી ગીધ/ગિરનારી ગીધ (લૉગ-બિલ્ડ વલ્ચર), મળતાવડી ટિટોડી (સોશિયેબલ લેપવિંગ) અને રાજગીધ (રેડ-હેડેડ વલ્ચર) સામેલ છે. ઉપરાંત, આ વિસ્તારમાં લગભગ 40,000 કુંજ (કોમન ક્રેન), 20,000 નાનો હજ (લેસર ફ્લેમિંગો), અને 2,000 પેણ (ગ્રેટ.વ્હાઇટ પેલિકન) સાથે ઘણી

અન્ય પક્ષી પ્રજાતિઓ મોટ્રી સંખ્યામાં જોવા મળે છે. આ વિસ્તાર નાર (ઇન્ડિયન વૂલ્ફ) અને રસ્ટી સ્પોટેડ બિલાડી જેવા સંવૈદનશીલ વન્યજીવો ને પણ આશ્રય આપે છે.

  1. જતાવીરા,બુરકલ, છછલાં, ભગાડીયા, શેરવા ગામો દ્વારા સોલાર પાર્ક માટે સૂચિત જમીન પર સામુદાયિક વન અધિકાર અને વ્યવસ્થાપન ના દવાઓ મુકાયા છે. સોલાર પાર્ક ની સ્થાપના વન અધિકાર અધિનિયમ નો ઉલ્લંઘન કરશે, અને તેની સામે લડત લેવામાં આવશે.

છારી ઢન્દ્ર કન્ઝર્વેશન રીઝર્વ સમિતિના સભ્યો તરીકે, અમે એનટીપીસીના પ્રસ્તાવિત સોલાર પાર્કનો વિરોધ કરીએ છીએ. અમારા મતે, પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ્સ EIA અને સામાજિક અસરો ના મૂલ્યાંકનને આધીન હોવા જોઈએ, કારણ કે તે કચ્છના સંવેદનશીલ વન્યજીવન અને આજીવિકા ના વિસ્તારોમાં પ્રસ્તાવિત હોય છે.આથી અમે ગુજરાત સરકાર ના વન વિભાગ ને એનટીપીસીની સોલાર પાર્ક સ્થાપવા ની અરજી ને નકારવા નું સૂચન આપીએ છીએ.

સરપંચો અને કન્ઝર્વેશન રીઝર્વ ના સભ્યો –

ગામ – છારી, ફુલાય, ઝાલું. ડાડોર, વંગ, ખારડિયા, બીબર, નિરોણા, હાજીપીર,બુરકલ, છછલો, ભગાડિયા તથા શેરવા.

  1. ભચાયાભાઈ મુંજાર
  2. ભચાયા સત્તાર
  3. ૩. હીરજીભાઈ જાડેજા
  4. અલીમામદ રઝાક
  5. ફતેહબાઈ રબરખીયા
  6. રણછોડભાઈ આહીર