અઢી વર્ષ પૂર્વે થયેલ લગ્નના સમાધાન પેટે લેવામાં આવેલ 3 લાખ પરત ન ચૂકવી ઠગાઈ આચારનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે અઢી વર્ષ પૂર્વે થયેલ લગ્નના સમાધાન પેટે 3 લાખની ઠગાઈ થવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના સંજોગનગરમાં રહેતા પરિવારનો દીકરો છોકરીને ભગાડીને ગયા બાદ તેનાથી લગ્ન કર્યા હતા. જે અંગે પતાવટ કરવા માટે રૂપિયા ૩ લાખ ઉછીના લઇ પરત ન આપતા ઠગાઈ આચારનાર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર અઢી વર્ષ અગાઉ આરોપીનો દીકરો નીલેશ છોકરીને ભગાડીને લઇ જઈ અને બાદમાં તેની સાથે તેને લગ્ન કર્યા હતા જે અંગે છોકરીના મામા સાથે સમાધાન અંગે ફરિયાદી પાસેથી રૂપિયા ૩ લાખ લીધેલ હતા. આરોપી શખ્સે એક વર્ષમાં તે પૈસા પરત કરી દેવા જણાવેલ હતું. પરંતુ બાદમાં 3 લાખ પરત ન આપી ફરિયાદી સાથે ઠગાઈ આચારતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.