હિમાચલપ્રદેશમાં બરફનું તોફાન તેમજ દેશમાં અનેક સ્થળો પર વરસાદી માહોલ

copy image

copy image

આજે સમગ્ર દેશ બરફવર્ષા, કરાવૃષ્ટિ અને વરસાદથી ઠૂંઠવાઈ રહ્યો છે.ત્યારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારો પર વર્ષની સૌથી ભારે હિમવર્ષા થઈ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે હિમાચલમાં બરફના તોફાનના કારણે અટલ ટનલ બંધ કરી દેવામાં આવેલ છે. ઉપરાંત શ્રીનગર એરપોર્ટ પર ઉડાનો રદ કરાઈ છે. ભોપાલમાં વિક્રમજનક વરસાદ થયો છે. વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ 29મીથી ઉત્તર ભારતના અમુક હિસ્સામાં શીતલહેર શરૂ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. વધુમાં સૂત્રો જણાવી રહયા છે કે હિમાચલ પ્રદેશમાં ગત  શનિવારે રાત્રે બરફનું તોફાન સર્જાયું હતું. 24 કલાકમાં રોહતાંગમાં ત્રણ ફૂટથી વધુ બરફ જામી જતાં અટલ ટનલ બંધ કરવાની ફરજ પડી હતી. ઉપરાંત બીજી તરફે શ્રીનગર-જમ્મુ ધોરીમાર્ગ પણ બંધ કરવામાં આવેલ હતો, જેથી 1200થી વધુ ગાડી ફસાઈ હતી અને ખરાબ હવામાનના કારણે ગત દિવસે સતત બીજા દિવસે શ્રીનગર એરપોર્ટ બંધ હતું. મધ્યપ્રદેશમાં જોરદાર વરસાદ વરસ્યો હતી તેમજ શનિવારે દિલ્હીમાં પણ ડિસેમ્બર માસમાં એક દિવસમાં 41.2 મિ.મી. વરસાદ હતો. એવું કહેવામા આવી રહ્યું છે કે આ 101 વર્ષમાં સર્વાધિક છે.