52 લાખના શરાબના જથ્થા પર બુલડોઝર ફરી વળ્યું
copy image

અંજાર પોલીસ દ્વારા બે માસમાં પકડાયેલા 52 લાખના શરાબના જથ્થાનો નાશ કરવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર પોલીસે તા.15/10 થી તા.19/12 દરમિયાન 10 ગુનાઓમાં જપ્ત કરેલ કુલ રૂ.52,00,705 ની કિંમતના વિદેશી દારૂ અને બિયરની બોટલોનો નાશ કરવામાં આવેલ છે. બે માસના સમયગાળા દરમ્યાન પકડવામાં આવેલ 52 લાખના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરાયો છે.