કચ્છ પૂર્વ વન વિભાગના ભુજ રેન્જ સ્ટાફ દ્વારા જંગલી ભૂંડના શિકારીઓ સામે કાર્યવાહી : ૧.૨૦ લાખ દંડ ફટકારી વાહન જપ્ત


કચ્છ માં શિકાર પ્રવૃતિઓને રોકવા ડૉ.સંદીપ કુમાર, મુખ્ય વન સંરક્ષકશ્રી, કચ્છ વન વર્તુળ ની સુચના અને જી.ડી.સરવૈયા, નાયબ વન સંરક્ષકશ્રી, કચ્છ પૂર્વે વન વિભાગ ના માર્ગદર્શન હેઠળ તા. ૨૮/૧૨/૨૦૨૪ ના ખાવડા વિસ્તારમાં શિકાર કરતી ટોળકી નો કબ્જો મેળવી, કચ્છ પૂર્વ વન વિભાગની,ભુજ ઉત્તર રેન્જ દ્વારા ગુનો નોંધી આરોપી (૧) ધનજી વાલજી કોલી રહે. કોટાય તા.ભુજ-કચ્છ. (૨) અરજણ અલુ કોલી રહે. કોટાય તા. ભુજ-કચ્છ. (૩) ભીમજી દેવજી કોલી મૂળ રહે. પ્લોટ નં.૭૦/A,ગંગોત્રી સોસાયટી-૨, અંજાર-કચ્છ હાલે રહે. કોટાય તા.ભુજ- કચ્છ. (૪) કોલી રવજી ધનજી રહે. કોટાય તા.ભુજ-કચ્છ. ને અટકમાં લઇ ૧.૨૦ લાખનો દંડ કરી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની કલમ-૨(૧૬),૯,૩૯,૫૦,૫૧,૫૨,૫૪ તથા ૫૭ હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવેલ.