મુંદ્રામાં વધુ એક વખત આગની જ્વાળાઓ ફાટી નીકળી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

copy image

copy image

મુંદ્રામાં વધુ એક વખત આગનો બનાવ સામે આવ્યો છે.ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે કે, ગત રવિવારના રોજ રાત્રીના સમયે  શક્તિનગર નજીક પ્રાઇમ પ્લાઝા સેન્ટરમાં આવેલી એક ગ્રાઉન્ડ ફ્લોરની ઓટો પાર્ટસની દુકાનમાં આ આગનો બનાવ બન્યો હતો. જાણવા મળી રહ્યું છે કે બનાવની જાણ થતા જ અદાણી ગ્રુપ અને જિંદાલ ગ્રુપના અગ્નિશામક દળના અધિકારીઓ અને સ્ટાફે તુરંત કામગીરી આરંભી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે આ આગના બનાવમાં કોઈ મોટું નુકશાન કે જાનહાનિ થઈ ન હતી. આ આગ માટે શોર્ટ સર્કિટ પ્રાથમિક કારણ સામે આવ્યું છે.