ભુજમાં વધુ એક માર્ગ અકસ્માતમાં 45 વર્ષીય આધેડ મહિલાએ જીવ ગુમાવ્યો
![](https://kutchcarenews.com/news/wp-content/uploads/2024/06/Accident_Logo-1.jpg)
copy image
![](https://kutchcarenews.com/news/wp-content/uploads/2024/06/Accident_Logo-1.jpg)
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ભુજમાં વધુ એક માર્ગ અકસ્માતમાં 45 વર્ષીય આધેડ મહિલાએ જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરનાર આ સફાઇકર્મી હતભાગી મહિલા પ્રભાબેન વહેલી સવારે કામ પર જઈ રહ્યા હતા તે સમયે સ્ટેશન રોડ નજીક માર્ગ ઓળંગી રહ્યા હતા તે દરમ્યાન પુરપાટ આવતા દ્વિચક્રી વાહને તેમને હડફેટમાં લેતાં ગમખ્વાર અકસ્માત સજાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં આ પ્રભાબેન નામના મહિલા ગંભીર રીતે ઘાયલ બનતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમ્યાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે આ બનાવમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.