વડોરાના એક પરિવાર પર આભ તૂટી પડ્યો : ઝુલો ઝુલતા ટાઈ હિંચકાના કડામાં ફસાઈ જતાં આ પરીવારના 10 વર્ષના માસૂમ બાળકે જીવ ગુમાવ્યો

વડોદરામાં માતા-પિતા અને પરિવારજનો પર આભ તૂટી પડ્યો છે, આ પરિવારે પોતાનો 10 વર્ષનો દીકરો દુમાવી દીધો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ વડોદરામાં ઘર બહાર ફિટ કરવામાં આવેલ હીંચકામાં રમતા 10 વર્ષના બાળકે ગળામાં પહેરેલી ટાઇ હીંચકાના હુકમાં ફસાઈ જવાના કારણે તેને ગળે ફાંસો આવી જતાં આ બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બનાવની જાણ થતાં તાત્કાલિક આ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો પરંતુ બાળક બચી ન શક્યો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ લક્કડપીઠા માર્ગ પર ગનુબકરીના ખાંચામાં રહેતા ધરમભાઇ પટેલ શાકભાજીનો વેપાર કરે છે. આ દંપતીના ઘરે લગ્નના ઘણાં વર્ષો બાદ રચિતનો જન્મ થયો હતો. તેમનો રચિત નામનો 10 વર્ષનો દીકરો ધો. 5 માં અભ્યાસ કરે છે.આ બાળકે સોમવારે એક ફંક્શનમાં હાજરી આપવાની હોવાના કારણે ગાળામાં ટાઈ પહેરેલ હતી. અને આ માસૂમ બાળક ઘર બહાર હીંચકા પર રમતો હતો, તે સમયે અચાનક કોઈ રીતે તેને ફાંસો લાગી ગયો હતો.પિતાની નજર જતાં રચિતને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો પરંતુ આ બાળકનો જીવ બચી શક્યો ન હતો.