નવા વર્ષના પ્રારંભ સાથે જ કચ્છના અનેક વિસ્તારોમાં ધરા ધ્રુજી ઉઠી : વર્ષ 2024માં ગુજરાતમાં ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા

copy image

આજે 1 જાન્યુયારીના દિવસે નવા વર્ષના પ્રારંભ સાથે જ કચ્છના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. ત્યારે આ અંગે વર્તુળોમાંથી માલતિ વિગતો મુજબ ભૂકંપ આવતાની સાથે જ કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી ઉઠી છે. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે કે કચ્છના ભચાઉથી 23 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે. વર્ષ 2024માં ગુજરાતમાં ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા હોવાનું સામે આવ્યું છે.જે છેલ્લા 12 વર્ષમાં ક્યારેય બન્યું નથી.