આગામી 4 થી 8 જાન્યુઆરી દરમ્યાન હાડ થીજાવતી ઠંડીનો માહોલ રહેશે યથાવત : ઉત્તરાયણ દરમ્યાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટા સાથે વરસાદની સંભાવના
હાલમાં લોકો કાતિલ ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યા છે ત્યારે ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા પવનને પગલે સમગ્ર ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં વધતો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે વર્તુળોમાંથી માહીતી મળી રહી છે કે કચ્છનું નલિયા વધુ એક વખત 6.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. ગુજરાતની સાથે માઉન્ટ આબુમાં હવામાન માઈનસ 3 ડિગ્રી પહોંચ્યું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ વિગતો મુજબ કચ્છ – સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહી શકે છે.
ત્યારે વધુમાં જણાઈ રહ્યું છે કે રાજ્યના વિવિધ શહેરમાં પવનની ગતિ સામાન્યથી વધુ રહેતા દિવસભર ઠંડકનો અનુભવ થયો હતો. ત્યારે આની વચ્ચે ઉત્તરાયણ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટા સાથે વરસાદની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે. આગામી 4 થી 8 જાન્યુઆરી દરમિયાન ગાત્રો થીજવતી ઠંડી પડવાની સંભાવના છે. ત્યારે વધુમાં માહિતી મળી રહી છે કે ઉત્તરાયણના દિવસે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ઉત્તર – મધ્ય અને પૂર્વ ગુજરાત, કચ્છ, પંચમહાલના કેટલાક ભાગોમાં માવઠાની સંભાવના રહેલી છે.