ગાંધીધામમાં 28 વર્ષીય યુવાનનો આપઘાત
copy image

ગાંધીધામમાં 28 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામમાં આવેલ જૂની સુંદરપુરી વિસ્તારમાં રહેનાર 28 વર્ષીય કેતન રતિલાલ ચારણ નામનો યુવાન ગત દિવસે બપોરના અરસામાં પોતાના ઘરે હાજર હતો,તે દરમ્યાન તેણે કોઈ અગમ્ય કારણોસર લાકડાની આડીમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ આદરી છે.