ભુજના નારાણપરમાં રહેતી 32 વર્ષીય પરીણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી

copy image

ભુજના નારાણપરમાં 32 વર્ષીય પરીણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના નારાણપરમ-પસાયતીના ઈન્દ્રાવાસમાં રહેતા 32 વર્ષીય પરિણીતાએ ગત દિવસે સવારના સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ લીધો હતો.જાણવા મળી રહ્યું છે કે આ પરીણીતા સવારે ફાંસો ખાધેલી લટકતી હાલતમાં મળી આવેલ હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.