મેઘપર બોરીચીના એક મકાનમાં ઘૂસી અમુક ઈશમોએ મહિલાની આંખમાં મરચાં પાઉડર નાખી છરી વડે હુમલો કરી લૂંટ મચાવી
copy image

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીના એક ઘરમાં ઘૂસી અમુક ઈશમોએ મહિલાની આંખમાં મરચાં પાઉડર નાખી સોનાની ચેઇન તથા રોકડ રૂા. 35,000ની લૂંટ મચાવી હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મેઘપર બોરીચીના સંસ્કારનગર મકાન નંબર 310માં આ બનાવ બન્યો હતો. અહી ગ્કત દિવસે બપોરે ફરિયાદી મહિલા મંજુલાબેન ઘરે એકલાં હતાં. બાદમાં સાંજે આ મહિલા પોતાનાં ઘરના દરવાજાને અટકાવીને કીડિયારું પૂરવા ગયા હતા.જ્યાથી માત્ર પાંચ મિનિટમાં પરત આવીને જોતાં બેડરૂમમાં અવાજ થતાં મહિલા ત્યાં ગયાં હતાં, બાદમાં બાથરૂમમાં અવાજ થતાં ત્યાં જતાં અંદર લાલ રંગનો લેડીસ કુર્તો, કાળા રંગની લેગિંસ, કાળા રંગના બૂટ પહેરેલ તથા લાલ રંગની ઓઢણીથી મોઢું છુપાયેલા શખ્સે આધેડ મહિલાની આંખોમાં મરચાં પાઉડર ફેકી દીધો હતો. ઉપરાંત આરોપી શખ્સે મહિલાને પકડી નીચે પાડી દઈ મહિલાને માર માર્યો હતો.વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મારામારી કરી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી ઉપરાંત કાઢી મહિલા ફરિયાદીને ઇજાઓ પહોંચાડી ઘરની તિજોરીમાંથી રોકડ રૂા. 35,000 સેરવી લીધા હતા. ફરિયાદીએ મહિલાએ રાડારાડ કરતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા પરંતુ આરોપી શખ્સ ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.