માધાપરના નકલી નોટના પ્રકરણમાં બન્ને આરોપીઓને નિર્દોષ જાહેર કરાયાં

copy image

copy image

  સૂત્રો જણાવી રહ્યા છે કે, માધાપરના નકલી નોટના પ્રકરણમાં બન્ને આરોપીઓને નિર્દોષ જાહેર કરતો હુકમ કોર્ટે જાહેર કર્યો છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વર્ષ 2016ના ડિસેમ્બરમાં પૂર્વ બાતમીના આધારે માધાપરના હીરાણીનગરમાં ભુજ નગરપાલિકાના વોટર સમ્પ સામેના ભાગે આવેલાં બિલ્ડિંગમાં ભાડે રાખેલી ઓફિસમાં એલસીબીએ કાર્યવાહી હાથ ધરી અને રેઈડ પાડી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહીમાં નવી પાંચસોના દરની બનાવટી ચલણી નોટો-119, નકલી નોટો બનાવવાનું પ્રિન્ટર, કટર, પેપર્સ સહિતના મુદ્દામાલ સાથે બંને આરોપી ઈશમોની અટક કરવામાં આવેલ હતી જેમાં તેઓને જામીન મળ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે આ કેસમાં કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ બંને આરોપી ઈશમોને નિર્દોષ છોડી મૂકતો આદેશ જાહેર કર્યો છે.