LCBએ પલ્સર બાઇક સાથે ૩૨ હજારનો દારૂ પકડ્યો પણ બુટલેગર પલાયન થઇ ગયો

મોડાસા: અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને જોડતી વિવિધ સરહદો પરથી મોટા પ્રમાણમાં નિતનવા નુસખા અપનાવી વિદેશી દારૂ ઘુસાડવા સતત પ્રયત્નશીલ રહે છે. જીલ્લા એલસીબી પોલીસે જીવણપૂર-ગડાદર રસ્તા પર બાતમીના આધારે નાકાબંધી કરી હતી. મણિપુર કંપા પાસે હાઈસ્પીડ પલ્સર બાઈક પર વિદેશી દારૂ ભરી આવનાર બુટલેગર પોલીસને જોઈ બાઈક રસ્તા પર નાખી દઈ નાસી છૂટયો હતો. પોલીસનો પીછો ટૂંકો પડતા પોલીસે હાઈસ્પીડ બાઈક અને રૂ.૩૨,૪૦૦નો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી સંતોષ માનવો પડ્યો હતો. અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે જીવણપૂર-ગડાદર રસ્તા પર પલ્સર બાઈક પર વિદેશી દારૂ ભરીને બુટલેગર પસાર થવાનો છે. બાતમી મળતા એલસીબી પીએસઆઈ કે.એસ.સીસોદીયા તથા સ્ટાફના માણસો મણિપુર કંપા પાસે નાકાબંધી કરી હતી. પોલીસ બંદોબસ્ત જોઈ બજાજ પલ્સર નંબર જીજે 31 એચ 0402  પર સવાર બુટલેગર બાઈક રસ્તા પર નાખી ભાગવા જતા તેને પકડવા એલસીબી પોલીસે પીછો કરતા પોલીસ ને માત આપી બુટલેગર પલાયન થઈ જવામાં સફળ રહ્યો હતો. એલસીબી પોલીસે બાઈક પર કંતાનના કોથળામાં બાંધેલ વિદેશી દારૂની બોટલ અને બીયરના ટીન નંગ-૯૦ કિંમત રૂ.૩૨,૪૦૦ તથા બાઈક કિમત રૂ.૮૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૧૨,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર અજાણ્યા બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *