શામળાજી વિશ્રામગૃહ નજીક રસ્તા પરથી તમંચા સાથે 3 ઇસમો પકડાયા, 1 ફરાર

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી નજીક વિશ્રામગૃહ નજીક રસ્તા પર ખુલ્લેઆમ દેશી તમાચા સાથે ૪ ઇસમો અંદરો અંદર ઝગડો કરતા કરતા વિશ્રામગૃહમાં પ્રવેશતા દેકારો મચી ગયો હતો. નશામાં ભાન ભૂલેલા ૪ ઈસમ ઝગડતા હોવાની અને ભયનું વાતાવરણ સર્જતાં શામળાજી પોલીસને જાણ થતાં તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને જોઈને ચારેય ઈસમ પૈકી એક ઈસમ પલાયન થઈ ગયો હતો. જ્યારે અન્ય ત્રણ ઈસમને પોલીસે પકડી પાડ્યા હતા. શામળાજી પોલીસે દેશી તમંચા સાથે ગાંધીનગરના બે અને ભિલોડાના એક ઈસમને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની તપાસ હાથ ધરી છે. શામળાજી વિશ્રામ ગૃહ પાસે વિનીત અશોક ચમાર, રહે,કોલવડા ગાંધીનગર, ગૌરાંગ રાજેશ વાઘેલા, રહે,સેક્ટર નં.-૬, ગાંધીનગર , ભિલોડાના મેરાવાડા ગામનો આશિક નાનજી ગામેતી અને અન્ય એક અજાણ્યો ઈસમ દારૂના નશામાં ગેરકાયદેસર રાખેલી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે અંદરો-અંદર ઝગડો કરી દંગલ મચાવતા શામળાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચી ૩ ઇસમોને પકડી પાડ્યા હતા. જ્યારે ૧ ઈસમ પલાયન થઈ ગયો હતો. શામળાજી પોલીસે પકડાયેલા ૩ ઇસમો પાસેથી પકડી પાડી દેશી પિસ્તોલ નંગ-૧ કિંમત રૂ.૧૦,૦૦૦ તથા મોબાઈલ નંગ-૪ કિંમત રૂ.૭,૦૦૦ કિંમત રૂ.૧૭,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી વિનીત અશોક ચમાર, રહે,કોલવડા ગાંધીનગર, ગૌરાંગ રાજેશ વાઘેલા, રહે,સેક્ટર નં.-૬, ગાંધીનગર , ભિલોડાના મેરાવાડા ગામનો આશિક નાનજી ગામેતી અને અન્ય એક ફરાર અજાણ્યા ઈસમ સામે ગુન્હો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી ફરાર અજાણ્યા ઈસમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *