રાજુલા ટાઉનમાંથી જાહેરમાં IPL ક્રીકેટ મેચમાં સટ્ટો રમતા ચાર શખ્સોને રૂ.૨૮,૬૬૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજુલા પોલીસ

રાજુલા ટાઉન માંથી જાહેરમાં IPL ક્રીકેટ મેચમાં સટ્ટો રમતા ચાર શખ્સોને રૂ.૨૮,૬૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી રાજુલા પોલીસ. અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્‍ત રાય સાહેબનાઓએ જીલ્‍લામાંથી સટ્ટાની બદીને દુર કરવા સટ્ટો રમતા શખ્સો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને ડી. વાય. એસ. પી શ્રી કે. જે. ચૌધરી સા. ના માર્ગદર્શન અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી ડી.એ.તુવર તથા પોલીસ સ્ટાફ દ્વારા રાજુલા ટાઉનમાં જુના રેલ્વે સ્ટેશન નજીક  કનૈયા પાન એન્ડ કોલ્ડ્રીકસની દુકાનમાં IPL ક્રીકેટ મેચમાં સટ્ટાનો જુગાર રમતાં ચાર ઇસમો કલ્પેશભાઇ છગનભાઇ કળસરીયા, ઉં.વ.૨૩, રહે.ખોડીયાર નગર, રાજુલા, જી.અમરેલી, રાજેશભાઇ ઉકાભાઇ રાઠોડ, ઉં.વ.૨૭, રહે.ધર્મરાજ સોસાયટી, રાજુલા, જી.અમરેલી, વિશાલભાઇ ભવાનભાઇ કાતરીયા, ઉં.વ.૨૪, રહે.યાદવ ચોક,રાજુલા, જી.અમરેલી, ઘનશ્યામભાઇ કનુભાઇ ભેડા, ઉં.વ.૩૧, રહે.મફતપરા, રાજુલા, જી.અમરેલીને રોકડા રૂ.૨૧,૬૬૦તથા આકડા લખેલ ચીઠ્ઠી તથા ડયરી તથા મોબાઇલ ફોન નંગ-૩, કિંમત રૂ.૭,૦૦૦ મળી કુલ કિંમત રૂ.૨૮,૬૬૦ નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી છે. આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાવરકુંડલા વિભાગનાઓના માર્ગદર્શન મુજબ રાજુલા પોસ્ટે ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.એ.તુવર તથા પો.સબ.ઇન્સ. શ્રી જી.જી.જાડેજા સા. તથા હેડ કોન્સ. ડી.ટી.વ્યાસ તથા હેડ કોન્સ. બી.ડી.વાળા તથા પો.કોન્સ હરપાલસિંહ વિક્રમસિંહ તથા પો.કોન્સ વનરાજભાઇ જોરૂભાઇ તથા પો.કોન્સ મનુભાઇ રામભાઇ વગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *