આદિપુરમાં પાર્ક કરેલ કારમાં ધડાકા સાથે આગ ભભૂકી ઉઠતાં ધોડદામ મચી

copy image

copy image

આદિપુરમાં અચાનક એક કારમાં આગ ભભૂકી ઉઠતાં ધોડદામ મચી જવા પામી હતી. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 30/12ના રાત્રિના સમયે આદિપુરના વોર્ડ-2-બી પ્લોટ નંબર 495 નજીક બન્યો હતી. અહી   ઘરની બહાર પાર્ક કરાયેલી કારમાં ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. રાત્રીના 9 વાગ્યાના સમયે આ કારમાં અચાનક ધડાકો થયા બાદ બોનેટમાં આગ ફાટી નીકળી હતી. જાણવા મળી રહ્યું છે કે આગના બનાવને પગલે લોકમાં ધોડદામ મચી જવા પામી હતી. બાદમાં  આ કાર પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાઈ હતી. આ મામલે પોલીસે આગળની વધુ તપાસ આરંભી હોવાનું સામે આવ્યું છે.