ચીનમાં ફેલાયો નવો વાયરસ : અત્યાર સુધીમાં 170 લોકોના થયા મોત

copy image

વર્તુળોમાંથી માહિતી મળી રહી છે કે, ચીનની હોસ્પિટલોમાં ફેલાતી બીમારીઓને કારણે ચીનમાં ઈમરજન્સી જાહેર કરી દેવાઈ છે. જાણવા મળી રહ્યું છે કે હવે ચીનમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ચેપ વધી રહ્યો છે, જે સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ખૂબ વધારો કરી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચીનમાં નવા કોરોનાવાયરસ રોગચાળાને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી તરીકે ગણી છે. ગત તા, 31 ડિસેમ્બર, 2019ના રોજ ચીન દ્વારા પ્રથમ વખત ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી ત્યારે જાણવા મળી રહ્યું છે કે, હવે આ નવા વાયરસથી 18 અલગ-અલગ દેશોમાં 7,834 લોકો સંક્રમિત થયા છે, જેના કારણે ચીનમાં 170 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.
આ ચેપ વિષે જાણવા મળી રહ્યું છે કે, ચીનમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ચેપ વધી રહ્યો છે, આ વાયરસ વર્ષ 2001માં મળી આવ્યો હતો, જે ઉત્તરીય ક્ષેત્રમાં 14 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં ફેલાઈ રહ્યો છે. ઠંડીના વધારા સાથે આ ચેપથી વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે.વધુમાં સૂત્રોનું કહેવું છે કે 16 થી 22 ડિસેમ્બરની વચ્ચે આ ચેપ ઝડપથી વધ્યો છે.