અંજાર તાલુકાનાં વરસામેડીમાં 18 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

copy image

અંજાર તાલુકાનાં વરસામેડીમાં 18 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ વરસામેડી સીમ શાંતિધામ મકાન નં. 36-બી સે.-બેમાં બન્યો હતો. અહીં રહેનાર રોનક નામનો 18 વર્ષીય યુવાન પોતાની ઘરે હાજર હતો તે સમયે કોઈ કારણોસર તેને ગળેફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.