કિડાણાની એક સોસાયટીના ઘરમાં આગ ભભૂકી ઉઠતાં 80 વર્ષીય વૃદ્ધનું મોત
copy image

ગાંધીધામ ખાતે આવેલ કિડાણાની એક સોસાયટીમાં ઘરમાં આગ ભભૂકી ઉઠતાં 80 વર્ષીય વૃદ્ધનું મોત નીપજયું છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત દિવસે બપોરના સમયે કિડાણામાં આવેલ પૃથ્વી સોસાયટી ઘર નંબર 8માં બન્યો હતો. અહી 80 વર્ષીય વૃદ્ધા પરમાબેન પોતાના ઘરે એકલા હતા તે સમયે કોઇ કારણોસર શોર્ટસર્કિટ થતાં અચાનક આગ લાગી હતી.જાણવા મળી રહ્યું છે કે આગના આ બનાવમાં મહિલા ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.