પિયાવા નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનના મોત થતાં શોકનો માહોલ

copy image

copy image

પિયાવા નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અબડાસા તાલુકા બાજુના હાલે માંડવીમાં રહેતા હિતરાજસિંહ અને સાવનગિરિ નામના બંને યુવાનો રાત્રીના સમય દરમ્યાન માંડવીથી કાંડાગરા તરફ કાર લાઈની જઈ રહ્યા હતા. તે સમયે પિયાવા નજીક પહોંચતાં કોઇ કારણે અકસ્માત સર્જાતાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોંગ સાઇડમાં નાળાંમાં ખાબકી ગઈ હતી.વધુમાં જાણવા મળી રહ્યું છે કે, આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ  આ બંને યુવાનને 108 મારફત માંડવીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાતાં બંને યુવાનને મૃત જાહેર કરાયા હતા. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે આ બનાવ અંગે વિધિવત ફરિયાદ હજુ સુધી ન નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.