સસ્તાં સોનાંની લાલચ આપી સુરતના વેપારીઓ સાથે રૂા. 31.60 લાખની ઠગાઈ આચારવાના પ્રકરણમાં બેની ધરપકડ

hathkadi

copy image

copy image

 સસ્તાં સોનાંની લાલચ આપી સુરતના જ્વેલર્સ વેપારીઓ સાથે રૂા. 31.60 લાખની ઠગાઈ આચારવાના પ્રકરણમાં બે શખ્સોની  પોલીસે ધરપકડ કરી છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતિ વિગતો મુજબ ભોગગ્રસ્તોનો પીછો કરનાર બે આરોપી ઈશમોની પોલીસે  ધરપકડ કરી છે. ત્યારે આ મામલે વધુમાં જાણવા મળી રહ્યું છે કે, આ ગુના કામેના મુખ્ય સૂત્રધાર સિકંદર સોઢાને ઝડપી પાડવા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.