કચ્છ-માંડવી તાલુકાના રામપર ની દીકરી લંડનમાં જજ પદે નિયુક્તિ પામી
કચ્છ-માંડવી તાલુકાના રામપર ગામની દીકરી લંડનમાં જજ પદે નિયુક્તિ પામી છે. બ્રિટિશ રાજાએ સંગીતા વિરલ રાબડિયાને નિમણૂક આપતો પત્ર આપેલ હતો. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ યુવતી સંગીતાબેને બીએ પૂર્ણ કર્યા બાદ લોની ડિગ્રી મેળવી હતી. સરલીના વિરલ હરીશ રાબડિયાના પત્ની સંગીતાબેન બે પુત્રના માતા છે. આ કચ્છી યુવતીએ 12 વર્ષનો વકીલાત ક્ષેત્રે અનુભવ કેળવેલો છે. જજ પદે નિયુક્તિ બાદ હવે વર્ષમાં ઓછામાં ઓછા 60 કેસના નિર્ણય તેમને આપવાના રહેશે.