ટ્યુનિશિયામાં બોટ પલટી : 27ના મોત

copy image

ટ્યુનિશિયામાં બોટ પલટી મારી જવાથી ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે આ ખરતનાક અકસ્માતમાં 27 લોકોના મોત થયા છે.તેમજ 83 લોકોનો બચાવ થયો છે. જાણવા મલાઈ રહ્યું છે કે આ કેસમાં બચાવ અભિયાન હજુ જારી છે. આ અકસ્માત સેન્ટ્રલ ટ્યુનિશિયાના કેરકેનાહ ટાપુ નજીક સર્જાયો હતો. આ અકસ્માત બાદ મુસાફરો હજુ પણ ગુમ હોતા તેની શોધ કરાઈ રહી છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ બંને બોટ યુરોપ તરફ જઈ રહી હતી.
વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે દર વર્ષે લાખો લોકો અહીં પ્રવાસ કરે છે. યુરોપિયન ટાપુ લેમ્પેડુસા ટ્યુનિશિયાથી માત્ર 150 કિલોમીટર દૂર આવેલ છે