કચ્છમાં તાપમાન ઉંચકાતાં ઠંડીમાં આંશિક રાહત
કચ્છમાં રાત્રિના સમયે તાપમાન ઉંચકાતાં ઠંડીમાં આંશિક રાહત આનુભવાઈ છે. જ્યારે મહત્તમ ઉષ્ણતામાન વધી જતાં દિવસના સમયે પણ ઠંડીના પ્રમાણમાં ઘટાડો થતો જોવા મળ્યો છે.આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજ્યમાં સર્વાધિક ઠંડા નલિયામાં પારો અઢી આંક ઉંચકાતાં ઠંડીમાં આંશિક રાહત આનુભવાઈ છે. કંડલા એરપોર્ટ મથકે લઘુતમ તાપમાન 11.5 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ રહ્યું હતું પણ ઉંચા ઉષ્ણતામાનનો પારો 33 ડિગ્રીએ પહોંચી જતાં ગાંધીધામ, અંજાર, આદિપુર, ગળપાદર સહિતના વિસ્તારોમાં મહદઅંશે ઉનાળાની શરૂઆત જેવો અનુભવ થયો હતો. જિલ્લા મથક ભુજમાં પણ પારો 12.6 ડિગ્રીએ પહોંચ્યો હતો.