ભચાઉના રહેણાક મકાનમાંથી દારૂની મહેફિલ માણતાં છ ઈશમોને પોલીસે દબોચ્યા

copy image

ભચાઉના રહેણાક મકાનમાંથી દારૂની મહેફિલ માણતાં છ ઈશમોને પોલીસે દબોચી લીધા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નવી ભચાઉમાં આવેલા આરોપી ઈશમના રહેણાક મકાનમાં પોલીસે રેઈડ પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન અવાહા કંપનીમાં કામ કરનારા શખ્સોએ આ મકાન ભાડે રાખ્યું હોવાનું સામે આવ્યું હતું. આ સ્થળ પર ચિચિયારી પાડી અમુક શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા હતા તે દરમ્યાન પૂર્વ બાતમીના આધારે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પીધેલી હાલતમાં છ શખ્સોને અહીથી દબોચી લેવાયા છે. પોલીસે તમામ મુદામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.