ગાંધીધામમાં પગપાળા જતાં 39 વર્ષીય યુવાનને અજાણ્યા વાહને હડફેટમાં લેતા મોત

copy image

copy image

  ગાંધીધામમાં પગપાળા જતાં 39 વર્ષીય યુવાનને અજાણ્યા વાહને હડફેટમાં લેતા તેનું મોત નીપજયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ખારીરોહરની પીર કોલોનીમાં રહેનાર 39 વર્ષીય અકબર નામનો યુવાન ગત તા. 1/1ના કામ અર્થે ગાંધીધામના કાર્ગો આઝાદનગર સામે સર્વિસ રોડ પર પગપાળા જઇ રહ્યો હતો, તે સમયે અજાણ્યા વાહને તેને હડફેટમાં લેતાં આ યુવાન ગંભીર રીતે ઘાયલ બન્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ મામલે આજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.