મહેફિલોના શોખીનોએ હવે નવા પૈતરા અપાનાવ્યા દારૂ સંતાડવાના : પણ પોલીસની નઝરથી છુપાવી ન શક્યા
copy image

માંડવી ખાતે આવેલ મકડા ગામમાંથી ખાડામાં છુપાવેલ દારૂના જથ્થાને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ શોધી કાઢ્યો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મકડા ગામની સીમમાં આવેલી પવનચક્કી નજીક જમીનમાં ખાડો ખોદી તેમાં લોખંડની ટાંકીની અંદર ગેરકાયદેસર દારૂનો જથ્થો છુપાવવામાં આવેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પરથી લોખંડની ટાંકીની અંદર ગેરકાયદે રખાયેલો ભારતીય બનાવટનો અંગ્રેજી પ્રકારના શરાબની પપ બોટલ કિં. રૂા. 39,484નો જથ્થો શોધી કાઢ્યો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળી આવેલ ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.