ગાંધીધામમાં પરીણીતાએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
copy image

ગાંધીધામમાં એક પરીણીતાએ ગળે ફાંસો ખાઈ અંતિમ વાટ પકડી લીધી હતી. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામમાં આવેલ ભારતનગરની સોસાયટી આ બનાવ બન્યો હતો. રહેનાર હતભાગી પરીણીતાના બે માસ પૂર્વે કોર્ટ મેરેજ થયા હતા. તેમની સાથે તેમના અગાઉના દામ્પત્ય જીવનમાં પ્રાપ્ત થયેલ ચાર વર્ષનું બાળક પણ રહેતું હતું. વધુમાં માહિતી મળી રહી છે કે આ મહિલા ગત દિવસે સાંજના સમયે પોતાના ઘરે હાજર હતા તે સમયે કોઈ અગમ્ય કારણોસર લોખંડના પાઇપમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ પરીણીતાએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.