વ્યાજે પૈસા આપી વધુ નાણાંની માંગ કરનાર ઈશમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
copy image

સૂત્રો જણાવી રહ્યા છે ભચાઉના યુવાનને વ્યાજે પૈસા આપી વધુ નાણાંની માંગ કરનાર ઈશમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉમાં રહેતા અકબર અયુબ મથડા નામના યુવાનને દવા માટે નાણાંની જરૂર હોતા તેને અન્યના સંપર્કના માધ્યમથી આરોપી ઈશમ પાસેથી પૈસા ઉછીના લીધા હતા. જાણવા મળી રહ્યું છે કે આરોપી ઈશમે પાંચ ટકા વ્યાજે દોઢ લાખ આપવાનું કહી એડવાન્સમાં રૂા. 7500 કાપી બાકીની રકમ ફરિયાદીને આપી ફરિયાદિની કાર ગીરો રાખી લીધી હતી. બાદમાં ફરિયાદીએ રૂપિયા પરત કરવા આરોપીને ફોન કરી વાત કરી હતી. ફરિયાદી રૂપિયા આપવા અને પોતાની કાર લેવા ગયેલ હતો પરંતુ આરોપીએ ફોન ઉપાડવાના બંધ કરી દીધેલ હતા. ઉપરાંત કાર જોઇતી હોય તો દોઢ લાખ મૂડીના તથા એક લાખ વ્યાજના રૂપિયાની માંગ આરોપીએ કરી હતી. અંતે આ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.